10 તેઓએ અમને બોવ માન આપ્યુ, અને ત્રણ મયના પછી જઈ અમે જાવા હાટુ તૈયાર થયા, તો જે કાય અમારી હાટુ જરૂરી હતું, વહાણમા રાખી દીધું.
ત્રણ મયના પછી અમે એલેકઝાંન્ડ્રિયા જાતા વહાણ ઉપર યાત્રા સાલુ કરી, આ વહાણ ટાઢના કારણે આ ટાપુ ઉપર રોકાણો હતો, આ વહાણના આગલા ભાગે બેલડા દેવતા દિયોસ્કુરીની એક નિશાની હતી.
જઈ એવુ થયુ તો ઈ ટાપુના બાકીના રોગી પણ પાઉલની પાહે આવ્યા અને તેઓને હોતન હાજા કરવામા આવ્યા.
અને મારો પરમેશ્વર પોતાની મહિમાની મૂડીમાંથી તમારી બધીય જરૂરિયાત મસીહ ઈસુમાં પુરી પાડશે.
અમે મસીહના ગમાડેલા ચેલાઓ હોવા છતાં પણ અમે નતો માણસોથી, નતો તમારીથી, અને નતો કોય બીજા લોકોથી, માન ઈચ્છતા હતા.