એની પછી તેઓએ બધાય ટાપુના શહેરોમાં યાત્રા કરી, અને છેલ્લે ઈ પાફોસ શહેરમાં પુગ્યા. ન્યા એને વસ્સે ઈસુ નામનો એક યહુદી માણસ મળીયો, જે જાદુગર અને ખોટો આગમભાખીયો હતો.
જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો.