44 અને જે તારી હકતા નથી તેઓને કોય પાટીયા ઉપર કે વહાણની કાક તુટેલી વસ્તુઓને પકડીને આગળ નીકળી જાવું, આ રીતે બધાય હાજા નરવા કાંઠા ઉપર પુગી ગયા.
પણ હવે હું તમને હમજાવું છું કે હિમંત રાખો, કેમ કે તમારામાથી કોયના જીવને નુકશાન નય થાય, પણ ખાલી વહાણને થાહે.
“પાઉલ, બીમાં, તારે રોમી સમ્રાટ હામે હાજર થાવુ જરૂરી છે અને પરમેશ્વર કૃપા કરીને ઈ બધાયને જે તારી હારે યાત્રા કરે છે, એને બસાયશે.
તો પાઉલે હો સિપાયના અધિકારીને બીજા સિપાયથી કીધું કે, “જો આ વહાણ ઉપર નો રયા, તો તમે પણ નય બસી હકો.”
અને “જો ન્યાયીઓનો બસાવ અઘરો છે, તો અન્યાયી અને પાપી માણસનું શું થાહે?”