જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.
ત્રણવાર મે રોમના અધિકારીઓથી બડાથી માર ખાધી, એકવાર પાણાનો માર ખાધો, અને મારી મુસાફરીમાં ત્રણવાર વહાણ તુટી ગ્યું, અને દરિયામાં મેં એક આખી રાત અને દિવસ વિતાવ્યા.