41 પણ બેય દરિયાને મળવાની જગ્યા ઉપર તેઓએ વહાણને ટેકવ્યો, અને એનો આગલો ભાગ તો રેતીમાં ફસાય ગયો, પણ વહાણનો વાહેનો ભાગ મોજા લાગવાથી ટુટવા મંડયો.
પછી વહાણ હાકવાવાળાએ ઈ નાની હોડીને ઉપાડી અને એને હારી કરી, અને વહાણને નીસેથી લયને ઉપર હુધી નાડાઓ કસકસાવીને બાંધી દીધા, અને સીર્તસની ખાડીની રેતીમાં ફસાય જાવાની બીકથી તેઓએ લંગરને થોડોક નીસે ઉતારીને વહાણને હવાની હારોહાર તણાવા દીધુ.
પણ જઈ વહાણમાં કામ કરનારા ભાગી જાવા માગતા હતાં અને તેઓએ વહાણની હામેની બાજુથી લંગર નાખવાના બહાને નાની હોડીને દરિયામાં ઉતારી દીધી.
તઈ તેઓએ લંગરોને ખોલીને દરિયામાં મુકી દીધો, અને ઈ જ વખતે પતવારના મારગે ઢીલા કરી દીધા, અને હવાની હામે પડદા સડાવીને કાઠાની તરફ હાલ્યા.
તઈ સિપાયોને આ વિસાર આવ્યો કે આરોપીઓને મારી નાખે, એવુ નો થાય કે કોય તરીને ભાગી જાય.
ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.