40 તઈ તેઓએ લંગરોને ખોલીને દરિયામાં મુકી દીધો, અને ઈ જ વખતે પતવારના મારગે ઢીલા કરી દીધા, અને હવાની હામે પડદા સડાવીને કાઠાની તરફ હાલ્યા.
એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો, તઈ એણે બે ભાઈઓને જોયા, એટલે કે સિમોન કે જે પિતર કેવાય છે, અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછલીઓ પકડનારા હતા.
પછી વહાણ હાકવાવાળાએ ઈ નાની હોડીને ઉપાડી અને એને હારી કરી, અને વહાણને નીસેથી લયને ઉપર હુધી નાડાઓ કસકસાવીને બાંધી દીધા, અને સીર્તસની ખાડીની રેતીમાં ફસાય જાવાની બીકથી તેઓએ લંગરને થોડોક નીસે ઉતારીને વહાણને હવાની હારોહાર તણાવા દીધુ.
પણ બેય દરિયાને મળવાની જગ્યા ઉપર તેઓએ વહાણને ટેકવ્યો, અને એનો આગલો ભાગ તો રેતીમાં ફસાય ગયો, પણ વહાણનો વાહેનો ભાગ મોજા લાગવાથી ટુટવા મંડયો.