અને જઈ એણે જોયું કે, તેઓ હલેસા મારતા બીય ગયા છે, કેમ કે જોરથી પવન તેઓની હામે આવતો હતો, તઈ હવાર થાવાની પેલા ઈસુ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો; અને તેઓથી આગળ નીકળી જાવા માંગતો હતો.
સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.