39 જઈ દિવસ નીકળો, તો તેઓએ ઈ ટાપુને ઓળખો નય, પણ એક ખાડી જોય જેનો કાઠો રેતીનો હતો, અને વિસાર કરયો કે જો થય હકે તો આની ઉપર જ વહાણને ટકાવી દેય.
પણ એનો ધણી યુસફ જે નીતિવાન માણસ હતો, જે એને બધાયની હામે અપમાન કરવા નતો માંગતો, એણે એને છુપી રીતે મેલી દેવાનું ધારયુ.
તઈ તેઓએ લંગરોને ખોલીને દરિયામાં મુકી દીધો, અને ઈ જ વખતે પતવારના મારગે ઢીલા કરી દીધા, અને હવાની હામે પડદા સડાવીને કાઠાની તરફ હાલ્યા.
જઈ અમે કાઠે હાજા નરવા પુગી ગયા, તઈ અમને ખબર પડી કે આ ટાપુનું નામ માલ્ટા હતું.