ઈસુએ ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “આ લોકો ઉપર મને દયા આવે છે; કેમ કે, તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, અને આ લોકોને ભૂખા વિદાય કરવાને હું નથી માંગતો, નય તો મારગમાં થાકીને બેભાન થય જાહે.”
જઈ દિવસ નીકળવાનો હતો, તઈ પાઉલે આ ક્યને કે, બધાયને ભોજન કરવા હાટુ વિનતી કરી કે, “આજે સવુદ દિવસ થયા કે તમે ઉપાદી કરી કરીને ભૂખા રયા, અને કાય ખાવાનું ખાધું નય.