એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.
જઈ દિવસ નીકળવાનો હતો, તઈ પાઉલે આ ક્યને કે, બધાયને ભોજન કરવા હાટુ વિનતી કરી કે, “આજે સવુદ દિવસ થયા કે તમે ઉપાદી કરી કરીને ભૂખા રયા, અને કાય ખાવાનું ખાધું નય.