29 તઈ પાણાવાળી ભેખડ ઉપર વહાણ ભડકાવવાની બીકથી તેઓએ વહાણની પાછલા ભાગેથી સ્યાર લંગર નાખ્યા, અને દિવસ નીકળવાની વાટ જોતા રયા.
પછી વહાણ હાકવાવાળાએ ઈ નાની હોડીને ઉપાડી અને એને હારી કરી, અને વહાણને નીસેથી લયને ઉપર હુધી નાડાઓ કસકસાવીને બાંધી દીધા, અને સીર્તસની ખાડીની રેતીમાં ફસાય જાવાની બીકથી તેઓએ લંગરને થોડોક નીસે ઉતારીને વહાણને હવાની હારોહાર તણાવા દીધુ.
પણ આપડે કોય ટાપુ ઉપર જયને રોકાવું જોહે.”
જઈ એણે પાણીની ઊંડાય માપી, તો છતરી મીટર ઉડું હતું, અને થોડાક આગળ વધીને પાછો પાણીની ઊંડાય માપી તો હત્યાવીસ મીટર ઉડો હતો.
પણ જઈ વહાણમાં કામ કરનારા ભાગી જાવા માગતા હતાં અને તેઓએ વહાણની હામેની બાજુથી લંગર નાખવાના બહાને નાની હોડીને દરિયામાં ઉતારી દીધી.
ઈ આશા આપડા આત્માની હાટુ ખીલાથી બાંધેલી હોડીની જેમ હાસવેલી અને ભરોસો કરવા જેવી અને પવિત્ર જગ્યામાં જાનારી છે.