28 જઈ એણે પાણીની ઊંડાય માપી, તો છતરી મીટર ઉડું હતું, અને થોડાક આગળ વધીને પાછો પાણીની ઊંડાય માપી તો હત્યાવીસ મીટર ઉડો હતો.
જઈ સઉદમી રાત આવી, અને અમે આદ્રીયા દરિયામાં ભટકી રયા હતાં, તો લગભગ અડધી રાતે વહાણના ખલાશીઓને લાગ્યું કે આપડે કોય બીજા દેશનાં કાઠે પાહે પુગી ગયા છયી.
તઈ પાણાવાળી ભેખડ ઉપર વહાણ ભડકાવવાની બીકથી તેઓએ વહાણની પાછલા ભાગેથી સ્યાર લંગર નાખ્યા, અને દિવસ નીકળવાની વાટ જોતા રયા.