26 પણ આપડે કોય ટાપુ ઉપર જયને રોકાવું જોહે.”
પછી વહાણ હાકવાવાળાએ ઈ નાની હોડીને ઉપાડી અને એને હારી કરી, અને વહાણને નીસેથી લયને ઉપર હુધી નાડાઓ કસકસાવીને બાંધી દીધા, અને સીર્તસની ખાડીની રેતીમાં ફસાય જાવાની બીકથી તેઓએ લંગરને થોડોક નીસે ઉતારીને વહાણને હવાની હારોહાર તણાવા દીધુ.
જઈ સઉદમી રાત આવી, અને અમે આદ્રીયા દરિયામાં ભટકી રયા હતાં, તો લગભગ અડધી રાતે વહાણના ખલાશીઓને લાગ્યું કે આપડે કોય બીજા દેશનાં કાઠે પાહે પુગી ગયા છયી.
તઈ પાણાવાળી ભેખડ ઉપર વહાણ ભડકાવવાની બીકથી તેઓએ વહાણની પાછલા ભાગેથી સ્યાર લંગર નાખ્યા, અને દિવસ નીકળવાની વાટ જોતા રયા.
જઈ અમે કાઠે હાજા નરવા પુગી ગયા, તઈ અમને ખબર પડી કે આ ટાપુનું નામ માલ્ટા હતું.