22 પણ હવે હું તમને હમજાવું છું કે હિમંત રાખો, કેમ કે તમારામાથી કોયના જીવને નુકશાન નય થાય, પણ ખાલી વહાણને થાહે.
ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”
ઈ હાટુ, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે મને પરમેશ્વર ઉપર પુરેપુરો વિશ્વાસ છે કે, જેવું મને કેવામાં આવ્યું છે, એવુ જ થાહે.
તો પાઉલે હો સિપાયના અધિકારીને બીજા સિપાયથી કીધું કે, “જો આ વહાણ ઉપર નો રયા, તો તમે પણ નય બસી હકો.”
ઈ હાટુ હું તમને હમજાવું છું કે, કાક ખાય લ્યો, જેનાથી તમારો બસાવ થાય, કેમ કે તમારામાથી કોયનું પણ કાય નુકશાન નય થાય.”
તઈ ઈ બધાયમાં હિમંત આવી અને ભોજન કરવા મંડા.
અને જે તારી હકતા નથી તેઓને કોય પાટીયા ઉપર કે વહાણની કાક તુટેલી વસ્તુઓને પકડીને આગળ નીકળી જાવું, આ રીતે બધાય હાજા નરવા કાંઠા ઉપર પુગી ગયા.