21 જઈ એણે બોવ દિવસ હુધી ખાધું નય, તો પાઉલે એના વસમાં ઉભો થયને કીધું કે, હે ભાઈઓ, ઈ હારું થાત કે, જો ક્રીત ટાપુથી નીકળવાની મારી સલાહ તમે માની હોત તો તમે આ વિનાશ અને નુકશાનથી બસી જાત.
શુભ લંગર બારી નામનું બંદર શિયાળો કાઢવા હાટુ લાયક નથી, ઈ હાટુ ઘણાયને સલાહ આપી કે, આપડે આયથી નીકળી જાયી ગમે ઈ રીતે ફેનીકસ બંદરે પુગી, ઈ હાટુ કે, આ ખરાબ વાતાવરણથી બોવ જ સુરક્ષિત છે. ન્યા શિયાળો કાઢી; ન્યા ક્રીતનું બંદર છે, નૈઋત્ય અને વાયવ્યની હામે એનુ મોઢું છે.