16 કૌદા નામનો એક નાનો એવો ટાપુ છે, જેની ઓથમાં તરતા-તરતા અમે બોવ મુશ્કેલીથી વહાણની નાની હોડીને વહાણમાં ખેસીને એને મજબુતીથી બાંધી હક્યાં.
એને આ દર્શન જોયને તરત મકદોનિયા પરદેશમા જાવાની તૈયારી કરી કે, આ હમજીને કે પરમેશ્વરે આપણને ઈ લોકોને હારા હમાસાર હંભળાવવા હાટુ બરકા છે.
જઈ તોફાન વહાણમાં આવવા લાગ્યો, તો વહાણ હવાની હામો ટકીનો હકીયો, ઈ હાટુ અમે વહાણને હવામા તણાવા મુકી દીધુ, અને આ રીતે તણાતો વયો ગયો.
પછી વહાણ હાકવાવાળાએ ઈ નાની હોડીને ઉપાડી અને એને હારી કરી, અને વહાણને નીસેથી લયને ઉપર હુધી નાડાઓ કસકસાવીને બાંધી દીધા, અને સીર્તસની ખાડીની રેતીમાં ફસાય જાવાની બીકથી તેઓએ લંગરને થોડોક નીસે ઉતારીને વહાણને હવાની હારોહાર તણાવા દીધુ.
પણ જઈ વહાણમાં કામ કરનારા ભાગી જાવા માગતા હતાં અને તેઓએ વહાણની હામેની બાજુથી લંગર નાખવાના બહાને નાની હોડીને દરિયામાં ઉતારી દીધી.