14 પણ થોડીક વારમાં ટાપુ બાજુથી એક મોટુ વાવાઝોડું આવ્યું, જેનું નામ “યુરાકુલોન” હતું.
જુઓ, દરિયામાં બોવ મોટુ વાવાઝોડું થયુ કે, ઈ હોડી મોજાઓથી ઢંકાય ગય: પણ ઈસુ પોતે હુતો હતો.
જઈ તેઓ દરીયો પાર કરી રયા હતાં, તો એક જોરથી વાવાઝોડું આવવા લાગ્યું અને મોજા હોડી હારે ભટકાવા લાગ્યા. હોડી પાણીથી ભરાવા મડી અને ડુબવાની હતી.
જઈ તોફાન વહાણમાં આવવા લાગ્યો, તો વહાણ હવાની હામો ટકીનો હકીયો, ઈ હાટુ અમે વહાણને હવામા તણાવા મુકી દીધુ, અને આ રીતે તણાતો વયો ગયો.