જઈ એણે બોવ દિવસ હુધી ખાધું નય, તો પાઉલે એના વસમાં ઉભો થયને કીધું કે, હે ભાઈઓ, ઈ હારું થાત કે, જો ક્રીત ટાપુથી નીકળવાની મારી સલાહ તમે માની હોત તો તમે આ વિનાશ અને નુકશાનથી બસી જાત.
જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.
એણે પોતાની બધીય મિલકત અસાનક જ ખોય નાખી છે.” અને વહાણના બધાય ખલાસી, ઈ બધાય લોકો જે વહાણથી યાત્રા કરે છે, અને ઈ બધાય જે દરિયામાંથી પોતાની આજીવિકા કમાય છે, બાબીલોનથી બોવ જ આઘા ઉભા રયને જોતા રયા.