તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”
એને બોવ રીહ સડી, કેમ કે પિતર અને યોહાન ઈસુના વિષે લોકોને શીખવાડતા હતાં કે, લોકો મરી ગયા છે, પરમેશ્વર એને પાછા જીવતા કરી દેહે, જેવી રીતે ઈસુને મરેલામાંથી જીવતા કરી દીધો.