7 આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે.
ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.
જોવ ઈ વખત શિમયોન નામે એક માણસ યરુશાલેમ શહેરમાં હતો, ઈ પરમેશ્વરની ભગતી કરનારો અને ન્યાયી માણસ હતો, અને પવિત્ર આત્મા એની હારે હતો, ક્યારનો આવીને મસીહની આવવાની વાટ જોતો હતો, જેને મોકલનારનો વાયદો પરમેશ્વરે કરયો હતો કે, ઈ આવે અને ઈઝરાયલ દેશના લોકોને દિલાસો આપે.
આ રંડાયેલ બાયુ જેની પાહે પોતાની જરૂરિયાતો, દેખરેખ અને મદદ કરવા હાટુ કોય નથી, ઈ પરમેશ્વર ઉપર જ આશા રાખે છે, અને રાત દિવસ વિનવણી અને પ્રાર્થનામાં પરમેશ્વર પાહેથી પોતાની હાટુ મદદ માગે છે.