પણ મે જાણી લીધું કે, એણે એવુ કાય ખોટુ કામ નથી કરયુ કે, એને મારી નાખવામાં આવે, અને એણે પોતે વિનવણી કરી કે મારો ન્યાય મોટા રાજાની દ્વારા જ થાવો જોયી, તો પછી મે એને રોમ શહેરમાં મોકલવાનો નિર્ણય કરયો.
પણ જઈ યહુદી આગેવાનો આની વિરોધમાં બોલવા મંડયા, તો મારે મહાન રોમી સમ્રાટની માગ કરવી પડી કે, આ રોમ શહેરમાં મારો ન્યાય કરે, આ નય કે મારે પોતાના લોકો ઉપર કાય આરોપ લગાડવો હતો.