તઈ ન્યા મોટુ હુલ્લડ મસાવીને અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં, ઉભા થય ગયા અને આ ક્યને વાદ-વિવાદ કરવા લાગ્યા કે, “અમને આ માણસની કાય ભૂલ દેખાતી નથી, અને જો કોય મેલી આત્મા કે સ્વર્ગદુતે એનાથી વાત કરી છે તો પછી શું?”
પણ મે જાણી લીધું કે, એણે એવુ કાય ખોટુ કામ નથી કરયુ કે, એને મારી નાખવામાં આવે, અને એણે પોતે વિનવણી કરી કે મારો ન્યાય મોટા રાજાની દ્વારા જ થાવો જોયી, તો પછી મે એને રોમ શહેરમાં મોકલવાનો નિર્ણય કરયો.