26 રાજા આગ્રીપા, હું બીયા વગર બોલું છું, કેમ કે તુ ઈ વાતોને જાણે છે, અને મને વિશ્વાસ છે કે, આ વાતોમાંથી કાય એનામાંથી હતાડેલી નથી, કેમ કે આ બાબત ખૂણામાં સાની મની નથી થય.
પણ તેઓએ કીધુ કે, “તેવારના વખતે નય, નકર ક્યાક એવું નો થાય કે, લોકોમાં બબાલ થાય.”
તઈ આગ્રીપા રાજાને ફેસ્તસ રાજ્યપાલથી કીધું કે, “હું પણ ઈ માણસની વાત હાંભળવા માંગું છું,” તઈ એણે કીધું કે, “તુ કાલે હાંભળી લેજે.”
હે રાજા આગ્રીપા, શું તુ આગમભાખીયાઓનો વિશ્વાસ કરે છે? હા, હું જાણું છું કે, તુ વિશ્વાસ કરે છે.”