21 આ વાતોના કારણે યહુદી લોકોએ મને મંદિરમાં પકડયો અને મારી નાખવાની કોશિશ કરી હતી.
જઈ ઈ હાત દિવસ પુરા થાવાના હતાં, તો આસિયા પરદેશના યહુદી લોકોએ પાઉલને મંદિરમાં જોયને, ટોળાના બધાય લોકોને સડાવિયા, અને તેઓ રાડુ નાખી નાખીને પાઉલને પકડી લીધો.
લોકો એની વાત હાભળતા રયા, તઈ જોરથી રાડ નાખી, “એવા માણસોને મારી નાખો, એનુ જીવતુ રેવું હારુ નથી.”
તેઓએ પાઉલને યરુશાલેમ શહેરમાં મગાવવા હાટુ ફેસ્તસ રાજ્યપાલને વિનવણી કરી. કેમ કે તેઓ ઈ જ મારગમાં મારી નાખવાનું કાવતરું કરી રયા હતા.