પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.
પણ મને એના વિષયમાં કોય આરોપ નો મળ્યો કે હું મોટા રાજાને લખું. ઈ હાટુ હું એને તમારી હામે, અને વધારે કરીને હે રાજા આગ્રીપા તારી હામો લીયાવો છું કે, તુ એને પારખ તઈ મને કાય લખવા હાટુ મળે.
રાજા આગ્રીપા, હું બીયા વગર બોલું છું, કેમ કે તુ ઈ વાતોને જાણે છે, અને મને વિશ્વાસ છે કે, આ વાતોમાંથી કાય એનામાંથી હતાડેલી નથી, કેમ કે આ બાબત ખૂણામાં સાની મની નથી થય.
આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે.