14 જઈ અમે જમીન ઉપર પડી ગયા, તઈ મે હિબ્રૂ ભાષામાં આ કેતા હાંભળ્યું, શાઉલ, શાઉલ, તુ મને કેમ હેરાન કરે છે? તારું મારી વિરોધમાં બાંધવું નકામું છે.
જઈ એણે હુકમ આપ્યો, તઈ પાઉલે પગથીયા ઉપર ઉભા થયને હાથથી, લોકોને સૂપ રેવાનો ઈશારો કરયો, જઈ ઈ સૂપ થય ગયા, તો ઈ હિબ્રૂ ભાષામાં બોલવા મંડ્યો.
ઈ આ હાંભળીને કે, ઈ આપડી હારે હિબ્રૂ ભાષામાં બોલે છે, બોવ વધારે સૂપ થય ગયા, તઈ એણે કીધું કે,
તો હે રાજા, મારગમાં બપોરના ટાણે મે આભમાં સુરજના તેજ કરતાં વધારે એક અજવાળૂ, મારા સાથીઓની સ્યારેય બાજુ સમકતા જોયું,
તઈ મે કીધું કે, “હે પરભુ, તુ કોણ છે?” પરભુએ કીધું કે, “હું ઈસુ છું, જેને તુ હેરાન કરે છે.”
જે માણસો એની હારે હતાં, ઈ સાનામાના રયા કેમ કે, તેઓને અવાજ તો હંભળાતો હતો, પણ કોય દેખાતું નોતું.
તો આપડે પરભુને ખીજવયી છયી અને આપડે પરભુથી વધારે બળવાન નથી.