13 તો હે રાજા, મારગમાં બપોરના ટાણે મે આભમાં સુરજના તેજ કરતાં વધારે એક અજવાળૂ, મારા સાથીઓની સ્યારેય બાજુ સમકતા જોયું,
અને તેઓની હામે એનું આખું રૂપ બદલાય ગયુ એટલે એનું મોઢું સુરજના જેવું તેજસ્વી થય ગયુ, એના લુગડા ઉજળા થય ગયા.
જઈ હું હાલતો-હાલતો દમસ્કસ શહેરની પાહે પૂગ્યો, તો એવુ થયુ કે બપોરે અસાનક મોટુ અજવાળુ આભમાંથી મારી સ્યારેય બાજુ સમક્યુ.
જે મારી હારે હતાં, તેઓએ અજવાળું જોયુ, અને એનો અવાજ હાંભળી રયા હતાં, પણ તેઓ હમજી નો હક્યાં કે, કોણ વાત કરી રયા હતા.
આજ વાત હાટુ જઈ હું મુખ્ય યાજકોનો અધિકાર અને આજ્ઞા પત્ર લયને દમસ્કસ શહેરમાં જાતો હતો,
જઈ અમે જમીન ઉપર પડી ગયા, તઈ મે હિબ્રૂ ભાષામાં આ કેતા હાંભળ્યું, શાઉલ, શાઉલ, તુ મને કેમ હેરાન કરે છે? તારું મારી વિરોધમાં બાંધવું નકામું છે.
ઈ હાટુ શાઉલ અને એની હારે હતાં ઈ દમસ્કસ શહેરમાં જાતા હતાં, જઈ તેઓ ઈ શહેરની પાહે પુગીયા, તઈ એકદમ આભમાંથી ઈ સ્યારેયની બાજુ વીજળી સમકી.
એના પોતાના જમણા હાથમાં હાત તારા હતાં, અને એના મોઢામાથી તેજ બેધારી સામર્થી તલવાર નીકળતી હતી અને એનુ મોઢુ ભર-બપોરે તપતા સુરજની જેમ સમકતુ હતુ.
ઈ શહેરમાં નો સુરજ અને નો સાંદાના તેજની જરૂર છે કેમ કે, ઈ શહેરમાં પરમેશ્વર અને ઘેટાનુ બસુ જ દીવો છે.