12 આજ વાત હાટુ જઈ હું મુખ્ય યાજકોનો અધિકાર અને આજ્ઞા પત્ર લયને દમસ્કસ શહેરમાં જાતો હતો,
મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પણ હુકમ કરયો હતો કે, જો કોય માણસને ખબર હોય કે ઈસુ ક્યા છે, તો કય દયો, જેથી ઈ ઈસુને પકડી લેય.
અને મે યરુશાલેમ શહેરમાં આવુ જ કરયુ, અને મુખ્ય યાજકોથી અધિકાર પામીને બોવ જ પવિત્ર લોકોને જેલખાનામાં નાખીયા, અને જઈ મારી નાખવામાં આવ્યા હતાં તઈ પણ એને મારી નાખવામાં ભાગીદાર થાતો હતો.
તો હે રાજા, મારગમાં બપોરના ટાણે મે આભમાં સુરજના તેજ કરતાં વધારે એક અજવાળૂ, મારા સાથીઓની સ્યારેય બાજુ સમકતા જોયું,
અને છેલ્લે એણે મને હોતેન દર્શન દીધા, જેમ કે, વખત પેલા જનમેલો બાળક હોય.