અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”
“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”
અને જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો ફેસ્તસે કીધું કે, “હે રાજા આગ્રીપા, અને હે બધાય લોકો જે આયા અમારી હારે છો, તમે આ માણસને જોવ છો, જેના વિષયમાં ઘણાય યહુદી લોકોના આગેવાનોએ યરુશાલેમ શહેરમાં અને આયા પણ રડો નાખી નાખીને મારાથી વિનવણી કરી કે, એનું જીવતું રેવું હારું નથી.