આ વાત હાંભળીને, પિલાત ઈસુને બારે લીયાવ્યો અને ન્યાયાસન ઉપર બેઠો, જે પાણાના ચબુતરા નામની જગ્યા ફરસબંદી હતી, જેને હિબ્રૂ ભાષામાં ગાબ્બાથા કેવામાં આવતો હતો.
પાઉલે જવાબ દીધો કે, “હું રોમી સમ્રાટના ન્યાયાસન પાહે ઉભો છું, મારો ન્યાય આયા થાવો જોયી, યહુદી લોકોના વિરોધમાં કાય ખોટુ કામ નથી કરયુ, આ તુ હારી રીતે જાણે છે.
ઈ હાટુ જઈ યહુદી લોકોના આગેવાનો મારી હારે આયા કાઈસારિયા શહેરમાં આવે, તો હું મોડુ નો કરું, પણ બીજા જ દિવસે ન્યાયાસન ઉપર બેહીને, પાઉલને લીયાવવાની આજ્ઞા દીધી.
પણ તમે ગરીબોનુ અપમાન કરયુ, અને તમે જાણો છો કે, રૂપીયાવાળા લોકો જ છે જે તમારી ઉપર દાવો કરે છે અને તેઓ ઈજ છે જેઓ તમને પરાણે ન્યાય હાટુ કોરાટમા લય જાય છે.