23 બીજા દિવસે, જઈ આગ્રીપા રાજા અને એની નાની બહેન બેરનીકે બોવ ધુમધામથી આવી, અને સિપાયના આગેવાનો અને શહેરના મુખ્ય લોકોની હારે સભામાં પુગીયા, તઈ ફેસ્તસે પાઉલને લીયાવાની આજ્ઞા દીધી.
પણ હેરોદીયા હાટુ એક અવસર આવ્યો તઈ હેરોદ રાજા પોતાના જનમનો દિવસ મનાવવા હાટુ એક દાવત આપી. એણે પોતાના મોટા અધિકારીઓ, સેનાપતિઓ, અને ગાલીલ જિલ્લાના બધાયથી ખાસ લોકોને આમંત્રિત કરયા.
સૂરજ ઉગતા જ ધોમ તડકો પડે છે, અને ખડને કરમાવી દેય છે, અને એના ફુલો ખરી જાય છે, અને એની શોભા મટી જાય છે, એવી જ રીતે એક માલદાર વિશ્વાસી પણ પોતાના કામોમાં ઘૂસવાયેલો રયને એના વખતે મરી જાય.
અમે જાણી છયી કે, આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયા યશાયાએ લખ્યું, “બધાય લોકો ખડની જેમ નાશ થાય જાહે. અને બધાય લોકો પાહે જે મહાનતા છે ઈ સદાય હાટુ નય રેય. જેમ ફુલ ખડમાં જાજો વખત હુધી ટકતું નથી. ખડ કરમાય જાય છે અને ફૂલ ખરી જાય છે.”