22 તઈ આગ્રીપા રાજાને ફેસ્તસ રાજ્યપાલથી કીધું કે, “હું પણ ઈ માણસની વાત હાંભળવા માંગું છું,” તઈ એણે કીધું કે, “તુ કાલે હાંભળી લેજે.”
તેઓને અને બિનયહુદીઓની હારે સાક્ષીને અરથે મારે લીધે, તમને રાજ્યપાલ હારે રાજાઓની આગળ તેઓની હારે અને બીજી જાતિઓ હાટુ સાક્ષી થાવા હાટુ હોપવામાં આયશે.
પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.
થોડાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા પોતાની નાની બેન બેરનીકની હારે ફેસ્તસ રાજ્યપાલને મળવા હાટુ કાઈસારિયા શહેરમાં આવ્યો.
પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.