14 એને ઘણાય દિવસ ન્યા રયા પછી ફેસ્તસ રાજ્યપાલે આગ્રીપા રાજાને પાઉલની વિષે બતાવ્યું, ફેલિકસ એક માણસને જેલખાનામાં મુકી ગયો છે.
પાઉલને લય જાવા હાટુ થોડાક ઘોડા તૈયાર કરો અને એનો બસાવ કરીને ફેલિકસ રાજ્યપાલની પાહે હાજે-હારો પુગાડી દેય.”
તેઓએ કાઈસારિયા શહેરમાં પૂગીને રાજ્યપાલને સીઠ્ઠી દીધી, અને પાઉલને પણ એની હામો ઉભો કરયો.
પણ જઈ બેય વરહ વયા ગયા તો ફેલિકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બની ગયો, અને ફેલિકસ યહુદીને રાજી કરવા કે ઈચ્છાથી પાઉલને જેલખાનામાં મુકી ગયા.