Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 25:11 - કોલી નવો કરાર

11 જો હું આરોપી છું અને મારી નાખવાને લાયક કાય ખોટુ કામ કરયુ હોય, તો હું મરવા હાટુ તૈયાર છું, પણ જે વાત હાટુ આ લોકો મારી ઉપર આરોપ લગાડે છે, જો એનામાંથી કોય વાત હાસી નો નીકળે, તો કોયની પાહે પણ આ અધિકાર નથી કે, મને યહુદી લોકોના આગેવાનોના હાથમાં હોપી દેય. હું વિનવણી કરું છું કે મારો ન્યાય રોમી સમ્રાટ દ્વારા થાવો જોયી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 25:11
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ પાઉલે એને કીધું કે, “અમે રોમન દેશના રેનારા છયી, અમને અપરાધી ઠરાવિયા વગર તેઓએ લોકોની હામે અમને મારયા, અને જેલખાનામાં નાખી દીધા, અને હવે અમને સાનામાના જાવા દયો છો, આવી રીતે સાનામાના અમે નય જાયી, પણ ઈ પોતે આવીને બારે લય જાય.”


જઈ પાઉલ બોલવાનો હતો, તો ગાલિયોએ યહુદી લોકોને કીધું કે, “હે યહુદી લોકો, જો આ કય અન્યાય કે અપરાધની વાત હોત, તો હારું હોત કે હું તમારુ હાંભળતો.


જઈ ઈ એને કોરડા મારવા હાટુ બાંધી રયા હતાં, તો પાઉલ ઈ હો સિપાઈના અધિકારીની પાહે ઉભો હતો, અને એણે કીધું કે, “શું આ ઠીક છે કે, તુ એક રોમી માણસને, અને ઈ પણ કય ગુના વગર, કોરડા મરવો છો?”


પાઉલે જવાબ દીધો કે, “હું રોમી સમ્રાટના ન્યાયાસન પાહે ઉભો છું, મારો ન્યાય આયા થાવો જોયી, યહુદી લોકોના વિરોધમાં કાય ખોટુ કામ નથી કરયુ, આ તુ હારી રીતે જાણે છે.


તઈ ફેસ્તસે મંત્રીઓની સભાની સલાહ લયને જવાબ દીધો કે, “મે રોમી સમ્રાટના દ્વારા તારો ન્યાય કરવાની વિનવણી કરી છે, ઈ હાટુ તુ એની પાહે જ જા.”


પાઉલે વિનવણી કરી કે, “મારો ન્યાય રોમી સમ્રાટના દ્વારા જ થાવો જોયી,” તો મે આજ્ઞા આપી દીધી કે, એને રોમી સમ્રાટ પાહે મોકલવા લગી એની રખેવાળી કરવામા આવે.


પણ મે જાણી લીધું કે, એણે એવુ કાય ખોટુ કામ નથી કરયુ કે, એને મારી નાખવામાં આવે, અને એણે પોતે વિનવણી કરી કે મારો ન્યાય મોટા રાજાની દ્વારા જ થાવો જોયી, તો પછી મે એને રોમ શહેરમાં મોકલવાનો નિર્ણય કરયો.


રાજા આગ્રીપાએ ફેસ્તસ રાજ્યપાલને કીધું કે, “જો આ માણસ રોમી સમ્રાટના દ્વારા મારો ન્યાય થાવો જોયી એવી વિનવણી નો કરે તો છૂટી હકતો હતો.”


પણ જઈ યહુદી આગેવાનો આની વિરોધમાં બોલવા મંડયા, તો મારે મહાન રોમી સમ્રાટની માગ કરવી પડી કે, આ રોમ શહેરમાં મારો ન્યાય કરે, આ નય કે મારે પોતાના લોકો ઉપર કાય આરોપ લગાડવો હતો.


ઈ યહુદીઓએ પરભુ ઈસુ અને આગમભાખીયાઓને પણ મારી નાખ્યા અને અમને સતાવ્યા, અને પરમેશ્વર તેઓથી રાજી નથી, અને તેઓ બધાય લોકોનો વિરોધ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ