ઈ હાટુ જઈ યહુદી લોકોના આગેવાનો મારી હારે આયા કાઈસારિયા શહેરમાં આવે, તો હું મોડુ નો કરું, પણ બીજા જ દિવસે ન્યાયાસન ઉપર બેહીને, પાઉલને લીયાવવાની આજ્ઞા દીધી.
પણ મે જાણી લીધું કે, એણે એવુ કાય ખોટુ કામ નથી કરયુ કે, એને મારી નાખવામાં આવે, અને એણે પોતે વિનવણી કરી કે મારો ન્યાય મોટા રાજાની દ્વારા જ થાવો જોયી, તો પછી મે એને રોમ શહેરમાં મોકલવાનો નિર્ણય કરયો.
પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.