તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.
અને આની ઉપર આરોપ લગાડનારાને તારી હામે આવવાની આજ્ઞા દીધી, આ બધીય વાતોને જેના વિષયમાં અમે બધાય એના ઉપર આરોપ લગાડીએ છયી, તુ પોતે એનો પારખો કરીને હાસાયને જાણી લે.”