Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 24:25 - કોલી નવો કરાર

25 જઈ પાઉલે જે પરમેશ્વરની હામે હારું છે, ઈ કરીને અને પોતાની ઈચ્છા ઉપર કાબુ રાખીને અને પરમેશ્વરની દ્વારા આવનાર ન્યાયના વિષયમાં બતાવવાનું સાલું કરયુ, તો ફેલિકસે ભયભીત થયને જવાબ દીધો, “અટાણે તો તુ જા, જઈ મારી પાહે વખત હશે, હું પોતે તને બોલાવી લેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 24:25
99 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તેઓએ ઈ ગણકાર્યુ નય; અને તેઓ પોતપોતાના મારગે; એટલે કે, કોય એના ખેતરમાં અને કોય એના વેપાર ઉપર વયા ગયા.


અને જઈ ઈ આયશે, તો જગતના લોકોના પાપના વિષે, અને ન્યાયીપણાના વિષે અને ન્યાય સુકવવાના વિષે જગતને સાબિતી આપશે.


અને એણે આપણને આજ્ઞા આપી કે, બધાય લોકોમા પરસાર કરો અને સાક્ષી આપો કે, ઈસુને પરમેશ્વરે જીવતા અને મરેલાં લોકોનો ન્યાય કરનારો ઠરાવ્યો.


પણ જઈ થેસ્સાલોનિકા શહેરના યહુદી લોકોને ખબર પડી કે પાઉલ બેરિયા શહેરમાં પણ પરમેશ્વરનાં વચનનો પરસાર કરી રયો છે, તો ઈ ન્યા જયને લોકોને ઉશ્કેરવા અને ધમાલ કરવા લાગ્યા.


અને પાઉલ પોતાની રીત પરમાણે એની પાહે ગયો, અને ત્રણ આરામના દિવસ હુધી શાસ્ત્ર પરમાણે એની હારે વાદ-વિવાદ કરયો.


જેવી ઈ લોકોએ મરેલામાંથી જીવતા થાવાની વાત હાંભળી, તો એનામાંથી થોડાક લોકો ઠેકડી કરવા લાગ્યા, અને થોડાકે કીધું કે, “આ વાત અમે તારાથી પાછા ક્યારે હાંભળી,”


તઈ બધાય લોકો ઈ હાંભળીને બોવ દુખી થયા, અને તેઓ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓને પૂછવા લાગયા કે, “હે વિશ્વાસી ભાઈઓ, અમે શું કરી?”


અને પરમેશ્વરની આશા રાખું છું, જે ઈ પોતે પણ રાખે છે કે, ન્યાયી અને અન્યાયીને પરમેશ્વર મરેલામાંથી જીવતા કરી દેય છે.


મુશ્કેલીઓ, ફેલિકસ ઈ વાતોના વિષયમાં બીતો હતો જે પાઉલે કીધી હતી, પછી પણ ઈ દરેક વખતે એને બોલાવતો હતો, અને એની હારે વાત કરતો હતો, કેમ કે ઈ આશા રાખતો હતો કે, પાઉલ જેલમાંથી છુટવા હાટુ રૂપીયા દેહે.


રાજા આગ્રીપાએ પાઉલને કીધું કે, “શું તુ થોડાક વખત હમજાવવાથી મને મસીહી બનાવવા માગે છે?”


પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.”


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.


તો પછી, આપડામાંથી દરેકને પોતપોતાના કામોનો હિસાબ પોતાએ પરમેશ્વરને આપવો પડશે.


આ ઈ દિવસે થાહે જઈ પરમેશ્વર ન્યાય કરશે, ઈ હારા હમાસાર જેનો હું પરચાર કરું છું એની પરમાણે ઈસુ મસીહ દ્વારા માણસોની ખાનગી વાતોનો ન્યાય કરશે.


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


કેમ કે, દરેકે દેહથી જે કરયુ છે, હારું કે ભુંડુ હોય, ઈ પરમાણે બદલો મેળવવા હાટુ આપણને બધાયને મસીહનાં ન્યાયાશન હામે હાજર થાવુ પડશે.


કેમ કે શાસ્ત્રમાં પરમેશ્વર કેય છે કે, “મારી કૃપાના વખતમાં મે તમારી વિનવણી હાંભળી લીધી, અને તારણના દિવસે મે તમારી મદદ કરી.” જોવો, હવે મારી કૃપાનો વખત છે, અને જોવો હવે આજે જ તારણ મેળવવાનો દિવસ છે.


પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.


નમ્રતા અને પોતાની ઉપર કાબુ રાખવો. એની લાયક બનાવે છે આ રીતના વ્યવહાર ઉપર રોક લગાવવા હાટુ કોય નિયમ નથી.


જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,


પણ ઈ મેમાનોને આવકાર કરનારો, બીજાની ભલાયના કામની ઈચ્છામા પ્રેમ રાખનારો, ઈ પોતાના મન ઉપર સંયમ રાખનારો, વિશ્વાસુ, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોયી.


આ દર્શન એવું ભયાનક હતું કે, મુસાએ પણ કીધું કે, “હું બીકથી ધરુજુ છું”


એના બદલે, તમારામાંથી કોય પાપથી દગો ખાય નય, તમારુ મન કઠોર થય જાય નય, ઈ હાટુ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે; એવી રીતે “આજનો દિવસ” પુરો નથી થાતો, ન્યા હુધી દરોજ તમે એક-બીજાની મદદ કરો.


પરમેશ્વરે આપણને આરામની જગ્યામાં આવવાનો વાયદો કરયો અને ઈ અત્યારે પણ છે, ઈ હાટુ આપડે સાવધાન રેવું જોયી, એવું નો થાય કે, તમારામાંથી કોય પણ ઈ આરામની જગ્યા ઉપર જાવામાં નિષ્ફળ નીવડે.


જળદીક્ષાના વિષે અને કોય ઉપર હાથ રાખવાની વિધિ, અને મરેલામાંથી જીવતા ઉઠવું અને અનંતકાળના ન્યાયના વિષે શિક્ષણના પાયા ફરીથી નાખી નય.


જેમ દરેક માણસને એકવાર મરવાનું પાકું છે અને એની પછી દરેક માણસનો ન્યાય કરવામાં આયશે આ પણ પાકું છે.


તને વિશ્વાસ છે કે, એક જ પરમેશ્વર છે, તો તમે હારું કરો છો, અને મેલી આત્માઓ પણ આ વિશ્વાસ કરે છે, અને બીકથી ધ્રૂજવા મંડે છે.


એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.


અને તમારે ખાલી ઈજ નો જાણવું જોયી કે હમજદારીથી કેવી રીતે વ્યવહાર કરવાનો છે, પણ તમારે પોતાની જાતને હોપી દેવી જોયી, તમારે નો ખાલી પોતાને સંયમિત કરવા જોયી પણ તમારે મુસીબતમાં ધીરજ રાખવી જોયી, અને તમારે નો ખાલી ધીરજ જ રાખવી જોયી પણ તમારે એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને વફાદાર રયને માન આપે છે.


એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.


હે વાલા બાળકો, કોય તમને છેતરી નો જાય, જે ન્યાયપણાનું કામ કરે છે, ઈ જ મસીહની જેમ ન્યાયી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ