મુશ્કેલીઓ, ફેલિકસ ઈ વાતોના વિષયમાં બીતો હતો જે પાઉલે કીધી હતી, પછી પણ ઈ દરેક વખતે એને બોલાવતો હતો, અને એની હારે વાત કરતો હતો, કેમ કે ઈ આશા રાખતો હતો કે, પાઉલ જેલમાંથી છુટવા હાટુ રૂપીયા દેહે.
અને જે એની પાહે આવતો હતો, ઈ બધાયને મળતો રયો અને હિમંતની હારે બીયા વગર, અને કાય રોકાયા વગરના પરમેશ્વરનાં રાજ્યનો પરસાર કરતો અને પરભુ ઈસુ મસીહની વાતો શીખવાડતો રયો.