અને જઈ મને બતાવવામાં આવ્યું કે ઈ લોકો આ માણસને મારી નાખવાની તૈયારીમાં છે, તો મે એને તરત તારી પાહે મોકલી દીધો, અને ઈ યહુદી લોકોને જેઓએ એના ઉપર આરોપ લગાડો છે, હુકમ આપ્યો કે તારી હામે એના ઉપર આરોપ લગાડે.
પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી.