ઈ બતાવે છે કે, પરમેશ્વરનાં નિયમશાસ્ત્ર તેઓના હ્રદયોમાં લખેલુ છે, કેમ કે, તેઓ પોતાનો વિવેક દેખાડે છે કે, આ હાસુ છે કેમ કે, તેઓનો વિસાર કા તો એની ઉપર દોષ લગાડે છે કા તેઓને બતાવે છે કે, ઈ હાસુ કરી રયા છે.
કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.
પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.
અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.
મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.
તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.
કેમ કે, જો આપડે દુખ સહન કરી છયી તોય પણ આપડી કોય ભૂલ નો હોય, પણ આપડે ખાલી ઈ હાટુ સહન કરી છયી કેમ કે, આપડે પરમેશ્વરનાં વિષે વિસારી છયી, તો પરમેશ્વર આપડીથી રાજી થાય છે.
આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.