ખાલી એક આરોપ મારી ઉપર લગાડી હકે છે, આ ઈ જ છે કે, જઈ હું એની વસ્સમાં ઉભો રયને ઈ જ અવાજથી કીધું હતું કે, “આજ મારો તમારા દ્વારા ન્યાય કરવામા આવી રયો છે, કેમ કે હું વિશ્વાસ કરું છું કે, પરમેશ્વર ઈ લોકોને મરેલામાંથી જીવતા કરશે.”
આશીર્વાદિત અને પવિત્ર ઈ છે, જેને આ પેલી જ વારમા ફરીથી મરેલામાંથી જીવતા થયા છે, એવા ઉપર બીજા મોતનો કોય અધિકાર નથી, પણ ઈ પરમેશ્વર અને મસીહના યાજક હશે અને એની હારે હજાર વરહ હુધી રાજ્ય કરશે.