પ્રેરિતોનાં કૃત્યો 24:14 - કોલી નવો કરાર14 પણ હું તારી હામે અપનાવું છું કે, આ યહુદી આગેવાનોને લાગે છે, કે હું મસીહના મારગનુ પાલન કરું છું, જેને ઈ ખોટો મારગ કેય છે, પણ હું તારી હામે આ માની લવ છું કે, હું ઈ જ મારગ પરમાણે પોતાના બાપા દાદાના પરમેશ્વરનુ ભજન કરું છું, અને જે વાતો નિયમમાં અને આગમભાખીયાની સોપડીમા લખી છે, ઈ બધાય ઉપર વિશ્વાસ કરું છું အခန်းကိုကြည့်ပါ။ |
ઈ મૂર્તિપૂજા કરે છે, ઈ જાદુ-ટોણા કરે છે, ઈ પોતાના લોકોથી નફરત કરે છે, ઈ એક-બીજા હારે બાધણા કરે છે, ઈ એવી વસ્તુઓને પામવાની આશા રાખે છે જે બીજા લોકોની પાહે છે, ઈ જલદી ગુસ્સામાં આવી જાય છે, ઈ પોતાનો મારગ કાઢવા હાટુ બીજા લોકને નીસા પાડે છે, ઈ એવા લોકોને અપનાવતા નથી જેનાથી ઈ સહમત નથી અને ખાલી એવા લોકોની હારે જોડાય છે જેનાથી ઈ સહમત છે,
તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.