જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ, ડુંઘરા ઉપરથી નીસે બીજા ચેલાઓની પાહે પાછા આવ્યા તો જોયું કે, તેઓની સ્યારેય બાજુ મોટુ ટોળું ભેગુ થયુ હતું અને યહુદી નિયમના શિક્ષકો એની હારે માથાકૂટ કરી રયા છે.
ઈ જ વખતે તેઓએ મને મંદિરમાં શુદ્ધ થાવાની વિધિ પુરી કરતાં જોયો, ન્યા કોય ગડદી કે ન્યા કોય દેકારો નોતો. પણ ન્યા આસિયાના થોડાક યહુદી લોકો હાજર હતા, જેઓએ હુલ્લડ કરયુ, જે તેઓની લાયક હતું,
ત્રણ દિ પછી એને યહુદી લોકોના સરદારને બોલાવ્યો, અને જઈ ઈ ભેગા થયા તો એને કીધું કે, “હે ભાઈઓ, મે પોતાના લોકોના કે બાપ દાદાના વેવારની વિરોધમાં કાય પણ નથી કરયું, તોય આરોપી બનાવીને યરુશાલેમ શહેરથી રોમ સરકારના હાથમાં હોપવામાં આવ્યો.