બીજે દિવસે એણે ઠીક-ઠીક જાણવાની ઈચ્છાથી કે યહુદી એના ઉપર કેમ આરોપ લગાડે છે, ઈ હાટુ એના બંધન ખોલી દે, અને મુખ્ય યાજકો અને બધીય મંડળીને ભેગી થાવાની આજ્ઞા આપી, અને પાઉલને લીયાવીને મોટી સભાની આગળ ઉભો રાખી દીધો.
ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”