તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.
યહુદી ટોળામાં થોડાક લોકોએ એલેકઝાંડરના ટોળાની હામે ધકેલી દીધા, પણ એલેકઝાંડરને હાથથી ઈશારો કરીને ટોળાના લોકોને બંધ રેવાનું કીધું, અને પોતાના બસવા હાટુ ટોળાને લોકોને કાય કેવાની કોશિશ પણ કરી રયો હતો.
એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.