1 પાસ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલો અને તર્તુલસ નામના વકીલને હારે લયને કાઈસારિયા શહેરમાં પુગીયો, તેઓએ રાજ્યપાલની હામે પાઉલ ઉપર આરોપ લગાડયો.
અને જઈ મને બતાવવામાં આવ્યું કે ઈ લોકો આ માણસને મારી નાખવાની તૈયારીમાં છે, તો મે એને તરત તારી પાહે મોકલી દીધો, અને ઈ યહુદી લોકોને જેઓએ એના ઉપર આરોપ લગાડો છે, હુકમ આપ્યો કે તારી હામે એના ઉપર આરોપ લગાડે.
મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી ન્યા નો તો વાતોની સાલાકીનો ઉપયોગ કરવા આવ્યો, અને નો તો ઉતમ જ્ઞાન બતાવવા આવ્યો, પણ હું તમારી ન્યા પરમેશ્વરનાં ભેદને પરગટ કરવા હાટુ આવ્યો હતો.
મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું.