8 કેમ કે, સદુકી ટોળાના લોકો આ વિશ્વાસ કરતાં હતાં કે, લોકો મરેલામાંથી જીવતા નથી થાતા, નો તો સ્વર્ગદુત છે, અને નો તો મેલી આત્મા છે, પણ ફરોશી ટોળાના લોકો આ બધીય વાતો છે, એવો વિશ્વાસ કરતાં હતા.
તઈ યહુદી આગેવાનો જેને સદુકી ટોળાના લોકો કેવામાં આવતાં હતાં ઈ આ વિશ્વાસ કરતાં નોતા કે, લોકો મરેલામાંથી જીવતા ઉઠે છે. ઈ હાટુ એમાંથી કેટલાક લોકો ઈસુની પાહે આવે અને એને એક સવાલ પુછયો કે,