Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:6 - કોલી નવો કરાર

6 તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:6
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ.


ઈ જ દિવસે સદુકી ટોળાના લોકો, જેઓ કેય છે કે, મરેલામાંથી જીવતું ઉઠવું એવું છે જ નય, એની પાહે આવીને એને પુછયું,


જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?”


હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.


બીજે દિવસે એણે ઠીક-ઠીક જાણવાની ઈચ્છાથી કે યહુદી એના ઉપર કેમ આરોપ લગાડે છે, ઈ હાટુ એના બંધન ખોલી દે, અને મુખ્ય યાજકો અને બધીય મંડળીને ભેગી થાવાની આજ્ઞા આપી, અને પાઉલને લીયાવીને મોટી સભાની આગળ ઉભો રાખી દીધો.


આ વાત હાટુ પ્રમુખ યાજક અને મોટી સભાના બધાય વડીલ લોકો સાક્ષી છે કે, એનામાંથી યહુદી ભાઈઓની હાટુ સીઠ્ઠીઓ લયને દમસ્કસ શેહેરમાં જાતો હતો કે, જે ન્યાંથી એને હોતન દંડ દેવા હાટુ બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવું.


પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


ઈ હાટુ મોટી સભાની મંડળી સહિત સિપાય દળના સરદારોને હમજાવો કે પાઉલને તમારી પાહે લીયાવે, આ કયને કે અમે એના વિષે પુરી તપાસ કરીને આરોપ લગાડવા માંગી છયી, અને અમે એને તારી પાહે પુગીયા પેલાથી મારી નાખવા હાટુ તૈયાર રેહુ.”


એણે કીધું કે, “યહુદી લોકોના આગેવાનોએ કાવતરું કરયું છે કે, તને વિનવણી કરે કે કાલે પાઉલને મોટી સભામાં લીયાવે, આ ક્યને કે ઈ વધારે હારી રીતેથી એની તપાસ કરવા માગે છે,


જઈ એણે ઈ વાત કરી તો ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોને બાધણું થાવા લાગ્યું, અને સભામાં પક્ષ પડી ગયો.


અને પરમેશ્વરની આશા રાખું છું, જે ઈ પોતે પણ રાખે છે કે, ન્યાયી અને અન્યાયીને પરમેશ્વર મરેલામાંથી જીવતા કરી દેય છે.


ખાલી એક આરોપ મારી ઉપર લગાડી હકે છે, આ ઈ જ છે કે, જઈ હું એની વસ્સમાં ઉભો રયને ઈ જ અવાજથી કીધું હતું કે, “આજ મારો તમારા દ્વારા ન્યાય કરવામા આવી રયો છે, કેમ કે હું વિશ્વાસ કરું છું કે, પરમેશ્વર ઈ લોકોને મરેલામાંથી જીવતા કરશે.”


ઈ હાટુ મે તમને બોલાવ્યા છે કે, તમને મળું અને વાત સીત કરું, કેમ કે ઈઝરાયલ દેશના લોકોની આશા હાટુ જે મસીહ છે, જેના કારણે હું આ હાકળોથી બંધાયેલો છું”


આઠમાં દિવસનો સુન્‍નતી, ઈઝરાયલ દેશના દીકરાનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સબંધી ફરોશી ટોળાના લોકોમાનો.


તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.


ઈ આશા આપડા આત્માની હાટુ ખીલાથી બાંધેલી હોડીની જેમ હાસવેલી અને ભરોસો કરવા જેવી અને પવિત્ર જગ્યામાં જાનારી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ