હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારી આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ એવુ કરે છે.
અને જઈ મને બતાવવામાં આવ્યું કે ઈ લોકો આ માણસને મારી નાખવાની તૈયારીમાં છે, તો મે એને તરત તારી પાહે મોકલી દીધો, અને ઈ યહુદી લોકોને જેઓએ એના ઉપર આરોપ લગાડો છે, હુકમ આપ્યો કે તારી હામે એના ઉપર આરોપ લગાડે.