Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:30 - કોલી નવો કરાર

30 અને જઈ મને બતાવવામાં આવ્યું કે ઈ લોકો આ માણસને મારી નાખવાની તૈયારીમાં છે, તો મે એને તરત તારી પાહે મોકલી દીધો, અને ઈ યહુદી લોકોને જેઓએ એના ઉપર આરોપ લગાડો છે, હુકમ આપ્યો કે તારી હામે એના ઉપર આરોપ લગાડે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:30
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”


જઈ દિવસ થયો તો થોડાક યહુદી લોકોએ કાવતરું કરયું, અને હમ ખાયને પ્રતિજ્ઞા લીધી કે, “પાઉલને મારી નો નાખી, ન્યા હુધી આપડે ખાહું-પીહું નય.”


એણે કીધું કે, “યહુદી લોકોના આગેવાનોએ કાવતરું કરયું છે કે, તને વિનવણી કરે કે કાલે પાઉલને મોટી સભામાં લીયાવે, આ ક્યને કે ઈ વધારે હારી રીતેથી એની તપાસ કરવા માગે છે,


ઈ જ રાતે સિપાયોએ એને આપવામાં આવેલો હૂકમને પુરો કરયો, ઈ પાઉલને યરુશાલેમ શહેરમાં આંતિપાત્રસ શહેરમાં લીયાવ્યા.


અને જઈ જાણી લીધું કે પાઉલ કિલીકિયા પરદેસનો છે, તો એણે કીધું કે, “જઈ તારા ફરિયાદીઓ આયશે તઈ હું તારો સુકાદો કરય,” અને એણે પાઉલને હેરોદ રાજાના મહેલમાં રાખવાની સોકીદારોને આજ્ઞા દીધી.


પણ જો મારી વિરુધ તેઓની પાહે કાય વાંધો હોય તો તેઓને તમારી હુધી આસિયા પરદેશ આવીને મારી ઉપર આરોપ લગાડત.


પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી.


પણ એના કાવતરાના વિષે શાઉલને ખબર પડી ગય એવોતો એને મારી નાખવા હાટુ રાત દિવસ ફાટકની પાહે ભટકા કરતાં હતા.


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ